ગામડાંની એક છોકરી જેને આજે બસ નો પાસ કઢાવ્યો છે અને બસ સ્ટેન્ડ પર બસ ની રાહ જોવે છે.બસ ન આવતી જોઈ , વિચારો નું વૃંદાવન એના મન માં સર્જાય છે. એને કવિતા રૂપે અહી મુકું છું.
ભણવાનો ઉત્સાહ ને આસ,
મળ્યો છે આજે ફ્રિ નો પાસ.
બસ ની રાહ હું જોઉં છું.
વિચારો મન માં વલોઉં છું.
હશે કોઈ લગ્નપ્રસંગ આજ,
ગઈ હશે જાનૈયા કાજ.
કોઈ બીજા ડેપો માં રોકાણી હશે,
કોઈ મેળામાં એક્ષ્ટ્રા બસ મુકાણી હશે.
કોઈ મોટા નેતા ની સભા હશે,
ભીડ ભેગી કરવા એને રજા હશે.
કોઈ ટોળા એ એને ભાંગી હશે.
કોઈએ ફરી અનામત માંગી હશે.
કોઈની આત્મદાહની ચીમકી હશે.
બંધના એલાન માં એ અટકી હશે.
મારા ભણતર ની ફિકર ક્યાં એને,
કોઈ રાણી ની લાજ હાટુ બળતી હશે.
દુર થી ST ને આવતી નીરખું છું.
આજે બસ આવતી જોઈ હરખું છું.
-Dedicated to Students who are doing daily up-down in buses.
Wahh jordar dhardar
जवाब देंहटाएंइस टिप्पणी को लेखक द्वारा हटा दिया गया है.
जवाब देंहटाएंલબાબદાર 👌👌👌👌
जवाब देंहटाएंextraordinary.. 1 nmbr.. keep it up bhai
जवाब देंहटाएं