रविवार, 19 नवंबर 2017

આજે સુપરવિજન કરતા



આજે સુપરવિજન કરતા , ફરી પેપર લખવાનું  મન થયું।
સુપર વાઈઝર ના આટા- ફેરાં થી ,ફરી ડીસ્ટરબ થવાનું મન થયું !

આવડતા પ્રશ્ન ને ફરી ભૂલવાનું મન થયું ,
ન આવડતો પ્રશ્ન લખી , ફરી ખુશ થવાનું મન થયું.!

પેપર પહેલા મિત્રોને ઓલ ધ બેસ્ટ કહેવાનું મન થયું.
             આજે સુપરવિજન કરતા .........

પેન લખતા અટકે તો જવાબ યાદ કરવાનું મન થયું !
ના આવડતું હોય તો પણ , સપલી માગવાનું મન થયું!

ભૂલી ને આવ્યો તો એટલે , બીજાની પેન્સિલ માંગવાનું મન થયું.

હાર્ડ પેપર જોઈ ને , થોડું ઘભરાવા નું  મન થયું.
ફેઈલ થવાની બીક થી, ફરી ડરવાનું મન થયું.

             આજે સુપરવિજન કરતા............
પેપર પૂરું કર્યા  પછી , ફરી હસવાનું મન થયું.
કેવું ગયું અલ્યા પેપર તારું, એ પૂછવાનું મન થયું.!

ઠીક ગયું લ્યા, બસ પાસ થયું તો સારું, દિલાસો દેવાનું મન થયું.
રીઝલ્ટ આવે તે પહેલા , ફરી ધબકારા વધારવા નું મન થયું.

            આજે સુપરવિજન કરતા............

કાલે લખતા અમે, આજે લખાવીયે અમે ,
ફેકલ્ટી બન્યા તોયે , ફરી સ્ટુડેન્ટ બનવાનું મન થયું !

આજે સુપરવિજન કરતા , ફરી પેપર લખવાનું  મન થયું।
સુપર વાઈઝર ના આટા- ફેરાં થી ફરી ડીસ્ટરબ થવાનું મન થયું !
             આજે સુપરવિજન કરતા............

note: originally it was written 4 years back, when I was doing my sone of the early GTU exam super visions.